આંદામાનના સમુદ્રમાંથી 5500 કિલો ડ્રગ્સ પકડાયું જપ્ત કર્યું, જેની કિંમત 25 હજાર કરોડથી વધુ


આંદામાનના સમુદ્રમાંથી 5500 કિલો ડ્રગ્સ પકડાયું જપ્ત કર્યું, જેની કિંમત 25 હજાર કરોડથી વધુ ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન સમુદ્રમાં માછીમારી બોટમાંથી લગભગ 5500 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે, જે તેનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. આ ડ્રગ્સની બજાર કિંમત આશરે ₹25,000 કરોડ હોવાનું અનુમાન છે. બોટની ઓળખ કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલોટ દ્વારા રૂટીન પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી. 5500 kg of drugs seized from Andaman Sea

સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે ડ્રગના કન્સાઈનમેન્ટને જપ્ત કરવામાં ભારતીય કોસ્ટ ગાર્ડની આ સૌથી મોટી કાર્યવાહી હશે. આ કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું અને કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં, એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું અને આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ સિવાય ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

Leave a Comment