Earthquake in Assam Tripura Meghalaya And North Bengal: ઉત્તર-પૂર્વના રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6:15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તાકાત 5.2 માપવામાં આવી હતી.
નોર્થ બંગાળમાં પણ ભારે ભૂકંપના આંચકા
ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિલીગુડી અને કૂચ બિહારમાં પણ ભૂકંપના અહેવાલ છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો ઘરની બહાર નીકળી સલામતી તરફ ભાગ્યા હતા. જો કે, પ્રાથમિક માહિતી મુજબ જાનહાનિના કોઈ અહેવાલ નથી. સાથે જ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર બંગાળ રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે.