ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી ની જાહેરાત: PSI અને કોન્સ્ટેબલ ની 25,000 જગ્યાઓ ભરાશે


ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી ની જાહેરાત: PSI અને કોન્સ્ટેબલ ની 25,000 જગ્યાઓ ભરાશે અમદાવાદ, ૨૫ નવેમ્બર – ગુજરાત પોલીસદળમાં નવી ભરતી માટે રાજ્ય સરકારે કામગીરી ઝડપી કરી છે. હાઈકોર્ટના આદેશ અનુસાર, રાજ્યમાં સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને કોન્સ્ટેબલની 25,000 જગ્યાઓ બે તબક્કામાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat Police Bharti 2025

જાહેરાતો બાદ હવે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોલીસ ભરતી અને GPSC ની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પહેલાથી જ રાજ્યના ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બે તબક્કામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 25,000 થી વધુ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યા હતા.

Gujarat police constable bharti 2025

દરમિયાન રાજ્ય સરકારે સબ- ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ માટે 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં આવી હતી અને તે 10,596 માટે હતી જ્યાં લગભગ 15 લાખ લોકોએ અરજી કરી હતી.

27 સપ્ટેમ્બર, 2024 ના રોજ, રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી કે તેઓ 10 વર્ષની ભરતી યોજના તૈયાર કરી રહ્યા છે. આ યોજનાનો હેતુ વર્તમાન ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરવાનો છે. 31 જુલાઈ,

2024 સુધીમા, રાજ્યમાં 1.28 લાખ મંજૂર પોલીસ ભરતીઓ છે, જેમાંથી 33,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાંથી 25,500 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે, જ્યારે 7,725 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરાશે.

ગુજરાત સરકારમાં હવે હાલ કોઈ સિનિયર- જુનિયર ક્લાર્ક, તલાટી કે પ્રાથમિક શિક્ષકો, ફોરેસ્ટ વિભાગ જેવી મોટી સંખ્યામાં થતી ભરતીઓની કોઈ જાહેરાત નથી, GPSC- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પણ ખાસ સીધી ભરતી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કુશળતા, અભ્યાસ અને કૌશલ્યને આધારે ભરતી કરવામાં આવી રહી છે જેમાં સામાન્ય રીતે 12 ધોરણ કે ગ્રેજ્યુટ થયેલા ઉમેદવારો અરજી પણ કરી શકતા નથી.

Leave a Comment