General Hospital Ahva Recruitment 2023 : જનરલ હોસ્પિટલ આહવા, ડાંગ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તબીબી અધિકારી (એસ.એન.સી.યુ), અને કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.)ની કુલ 3 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારએ નિયત સામે મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Contents
General Hospital Ahva Recruitment 2023
પોસ્ટ નું નામ | તબીબી અધિકારી (એસ.એન.સી.યુ), અને કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.) |
પગાર | તબીબી અધિકારી (એસ.એન.સી.યુ) : 60,000/- કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.) : 30,000/- |
કુલ જગ્યા | 3 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/11/2023 |
વય મર્યાદા | તબીબી અધિકારી (એસ.એન.સી.યુ) : 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.) : 18 વર્ષથી ઓછી તેમજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. |
અરજી કરવા માટેની વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | અનુભવ |
---|---|---|
તબીબી અધિકારી (એસ.એન.સી.યુ) | એમ.બી.બી.એસ. કાઉન્સિલ ઑફ ઇન્ડિયા/નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી મેળવેલ હોવી જોઈએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે રજીસ્ટ્રેશન થયેલ હોવું ફરજીયાત છે. Basic Computer skills specially related to M.S. Office. | એન.આઈ.સી.યુ. ખાતે કામગીરી ના અનુભવ ધરાવતા ઉમેદવાર ને પ્રાધાન્ય આપવા માં આવશે. અન્ય હોસ્પિટલ ખાતે તબીબી અધિકારી તરીકે કરેલ કામગીરી ના અનુભવ ને પ્રાધાન્ય આપવા માં આવશે. |
કોમ્યુનિટી નર્સ / નર્સિંગ પ્રેકસીશનર ઇન મિડવાઈફરી (એન. પી.એમ.) | મિડવાઈફરી બેઝિક પ્રેક્ટીશન ઈન (એન.પી.એમ.) પાસ ડિપ્લોમા ક્વોલિફિકેશન રેકોગ્નાઈઝ્ડ બાય નર્સિંગ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા | અન્ય હોસ્પિટલ ખાતે મિડવાઈફરી પ્રેક્ટીશનર તરીકે કરેલ કામગીરી ના અનુભવ ધરાવતા ઉમેદવાર ને પ્રાધાન્ય આપવા માં આવશે. |
ભરતી અંગે ની સામાન્ય સૂચનાઓ
ઑનલાઈન અરજી બાદ સંસ્થા ની કમિર્ટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ભરતી કરવા માં આવશે.
મહેનતાણાં અને રજાઓ સબબ એન.એચ.એમ. ગુજરાત ના નિયમો લાગુ પડશે.
ભરતી થયેલ ઉમેદવાઓ નું ફરજ નું સ્થળ જનરલ હોસ્પિટલ આહવા રહેશે. અને નિમણૂંક પત્ર માં લખાયેલ તમામ શરતો અને બોલીઓ બંધન કર્તા રહેશે.
પસંદગી પામનાર ઉમેદવારો ની ભરતી તદ્દન હંગામી રહેશે. કોઈ કાયમી નોકરી ના હક્કો મળવાપાત્ર રહેશે નહિ. અને ભવિષ્ય માં તે અંગે કોઈ હક્ક દાવો રહેશે નહિ
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ
ઉમેદવારની. ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ મળેલ અરજી ઓ માન્ય રહેશે નહિ.
આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.