Pmjay Medical Insurance: તમે આયુષ્માન ભારત કાર્ડ કઢાવ્યું છે, પરંતુ તે ખોવાઈ ગયું અથવા તો તેમની કોપી તમારી પાસે ઉપલબ્ધ નથી તેવા કિસ્સામાં લોકો ચિંતિત થઈ જતા હોય છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા આધારકાર્ડ અને મોબાઈલ નંબર વડે સરળતાથી આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ (modi health insurance card download) કરી શકાય છે.
મોટાભાગના લોકોએ આયુષ્માન ભારત કાર્ડ બનાવી લીધું છે પરંતુ તેમની પાસે કોઈ કારણોસર આયુષ્માન ભારત કાર્ડ ખોવાઈ ગયું છે, અથવા તો તેમની કોપી ઉપલબ્ધ ન હોય. તો હવે ચિંતા કરવાની જરૂર નથી હવે તમે આયુષમાન ભારત પોર્ટલ પરથી તમારૂ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર વડે સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ખાશ ધ્યાન આપવું કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જરૂરી છે.
Ayushman Card Online Download | આયુષ્યમાન હેલ્થ કાર્ડ આ સરળ રીતે ડાઉનલોડ કરો
આયુષ્માન હેલ્થ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો જરૂરી છે. કારણ કે જ્યારે તમે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરો છો, ત્યારે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP (વન-ટાઇમ પાસવર્ડ) મોકલવામાં આવશે. ડાઉનલોડ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે પોર્ટલ પર આ OTP એન્ટર કરવો જરૂર છે.
આયુષ્માન હેલ્થ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપેલ છે જેને અનુસરીને ડાઉનલોડ કરી શકો છો. આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પોર્ટલ ની મુલાકાત લો. ત્યાર પછી એ જ પાર આધાર કાર્ડ નો ઓપ્શન પર ક્લિક કરો. હવે સ્કીમ ઓપ્શનમાં PMJAY સિલેક્ટ કરો. નીચે સિલેક્ટ સ્ટેટ માં ગુજરાત સિલેક્ટ કરો. નીચે આધાર કાર્ડ નંબર દાખલ કરો, આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી નીચે આપેલ ચેકબોક્સ પર ક્લિક કરો હવે જનરેટ ઓટીપી પર ક્લિક કરો.
જનરેટ OTP પર ક્લિક કર્યા પછી તમારા આધાર કાર્ડ માં જે નંબર રજીસ્ટર હશે તેના પર એક ઓટીપી આવશે. ઓટીપી નંબર દાખલ કરો, ઓટીપી એન્ટર કર્યા પછી વેરીફાઈ બટન પર ક્લિક કરો. વેરીફાઈ બટન પર ક્લિક કરતા જ તમારું આયુષ્માન ભારત કાર્ડ ડિસ્પ્લે પર દેખાશે. હવે તમારે આયુષ્માન ભારત કાર્ડ ને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કઢાવી તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ આરોગ્ય સારવારની જરૂર પડે ત્યારે Ayushman Bharat Card ની PDF અથવાતો Print Out નો ઉપયોગ કરી શકો છો.