બોર્ડ પરીક્ષા 2024: Board Exam
2024: આ વર્ષે માર્ચ 2024માં લેવનારી ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ પરીક્ષા 2024 માટે પરીક્ષા
આપનારા વિદ્યાર્થીઓ માટે પરિક્ષાના ફોર્મ ભરવાની સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં આ બોર્ડ
પરીક્ષા 2024 માં વિદ્યાર્થીઓ ની પેપર સ્ટાઈલ અને આ બોર્ડની
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ને પોતાના પરીક્ષા ફોર્મ બાબતે સૂચના બહાર પાડવામાં
આવી છે.જેમાં રેગ્યુલર, રિપિટર તેમજ GSOS (ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ)ના વિધાર્થીઓ,ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તેમજ અન્ય તમામ પ્રકારના
વિધાર્થીઓ માટે બોર્ડની પરિક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવુ ફરજીયાત છે.
Contents
GSEB બોર્ડ
પરીક્ષા 2024
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે બોર્ડની પરીક્ષા 2024 માટે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં
આવી છે અને ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઇ ગયેલ છે. ધોરણ ૧૦ માટે ૦૨/૧૧/૨૦૨૩ થી ૧૧/૧૨/૨૦૨૩ સુધી તેમજ ધોરણ 12 સામાન્ય
પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત
માધ્યમ પરિક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. ૦૬/૧૧/૨૦૨૩ થી ૧૫/૧૧/૨૦૨૩ સુધી
બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે. તેમજ ધોરણ 12 ના તમામ
પ્રવાહ ના રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ફરજિયાત ઓનલાઈન ભરવાના
રહેશે.
GSEB BOARDની પરિક્ષાની તારીખો જાહેર થઈ
ધોરણ 10 અને ધોરણ 12 ની
પરીક્ષાઓ તા. 11/03/2024
થી થી 26/03/2024 દરમિયાન યોજાશે. જો કે ધોરણ 12 પછી લેવાતા ગુજકેટ પરીક્ષા 02/04/2024 ના રોજ લેવાશે.
આ ઉપરાંત ધોરણ 10 ની પરીક્ષાનો સમય સવારનો હશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સમય બપોર બાદ રહેશે. તેમજ ગુજરાત
શૈક્ષણિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે કે તેમજ આ પરીક્ષાનો
કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર
મૂકવામાં આવ્યો છે.
GSEB પરીક્ષા પધ્ધતિ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે
મોટા ફેરફારો કરાયા છે. બોર્ડ પરીક્ષા 2024 માં
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે નાપાસ થનારા વિધાર્થીઓ માટે પૂરક પરીક્ષા 2 ને બદલે
3 અને ધોરણ 12ની
સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક ને બદલે 2 વિષય
માટે લેવાશે.
સરકાર દ્વારા બોર્ડની
પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તે મુજબ હેતુલક્ષી
પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ
વિકલ્પ આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
અગત્યની લીંક
બોર્ડ પરીક્ષા 2024