WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ADS by MG

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી, પગાર 30,000 સુધી

ADS by MG

vmc recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી (NPM), પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP) અને ટી.બી.એચ.વી પોસ્ટ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે આ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે. જે ઉમેદવાર યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તો તેમને ઓનલાઈન www.vmc.gov.in પર તારીખ 22/09/2023 થી 06/10/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ADS by MG

vmc recruitment: વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પગાર હોય તો વધુ માહિતી નીચે દર્શાવેલ છે અથવા સત્તાવાર નોટિફિકેશન વાંચી આ માહિતી મેળવી શકો છો.

VMC Recruitment 2023

ઓર્ગેનાઈઝેશનવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન
કુલ જગ્યા30
જગ્યાનું નામસ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી (NPM), પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP) અને ટી.બી.એચ.વી
ભરતી નો પ્રકારકરાર આધારિત
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ22 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઈટwww.vmc.gov.in
vmc recruitment 2023 TBHV, TB HIV Supervisor, Staff Nurse

કુલ જગ્યા

જગ્યાનું નામ

  • સ્ટાફ નર્સ/બ્રધર્સ
  • મીડવાઇફરી (NPM)
  • પબ્લિક હેલ્થ મેનેજર
  • સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP)
  • ટી.બી.એચ.વી

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ/બ્રધર્સ(1) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી BSC Nursing નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મીડવાઇફરીનો કોર્સ
(2) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે.
(3) બેઝિક કમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
મીડવાઇફરી (NPM)(1) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી બેઝિક બીએસસી કે પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ની ડિગ્રી અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા માંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો કોર્સ અને ઇન્ડિયન નર્સિંગ દ્વારા માન્ય સંસ્થા માંથી નર્સ પ્રેક્ટિસ વાઇબ્રી નો પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ ફરજિયાત
(2) માન્ય સંસ્થા માંથી કરેલ કોમ્પ્યુટર કોર્સ
પબ્લિક હેલ્થ મેનેજર(1) પબ્લિક હેલ્થમાં અનુસ્નાતક/હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક/એમબીબીએસ/બીએએમએસ/બીએચએમએસ
(2) સરકારી/એનજીઓ સંસ્થામાં નેશનલ હેલ્થ પ્રોગ્રામના અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય
(3) અંગ્રેજી તથા કોમ્પ્યુટર નું જ્ઞાન અનિવાર્ય
સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP)(1) કોઈપણ વિદ્યા શાખામાંથી સ્નાતક
(2) કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ
(3) ટુ વ્હીલર આવડવું જોઈએ અને કાયમી ટુ-વ્હીલર લાયસન્સ હોવું જોઈએ.
(4) NTEP માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ અથવા કોઈપણ પબ્લિક હેલ્થ પ્રોગ્રામમાં સુપરવાઇઝર તરીકેનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ
(5) સ્થાનિક ભાષા ના જાણકાર અને સ્થાનિક વિસ્તારમાં કામગીરી કરવા સક્ષમ
ટી.બી.એચ.વી(1) સ્નાતક અથવા ઇન્ટરમીડીયેટ (10+2) અને MPW/LHV/ANM હેલ્થ વર્કરની કામગીરી નો અનુભવ અથવા આરોગ્યનો તર સર્ટિફિકેટ કોર્સ/સલાહકાર અથવા ટીબીએચવી નો માન્ય સંસ્થા માંથી કરેલ કોર્સ કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ (ઓછામાં ઓછા બે મહિનાનો)
વિશેષ લાયકાત : MPW નો ટ્રેનિંગ કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ

પગાર

સ્ટાફ નર્સ/બ્રધર્સ13,000/-
મીડવાઇફરી (NPM)30,000/-
પબ્લિક હેલ્થ મેનેજર25,000/-
સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP)20,000/-
ટી.બી.એચ.વી13,000/-

વયમર્યાદા

સ્ટાફ નર્સ/બ્રધર્સ45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
મીડવાઇફરી (NPM)58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
પબ્લિક હેલ્થ મેનેજર58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
સિનિયર ડીઆર ટીબી-એચઆઇવી સુપરવાઇઝર (NTEP)45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.
ટી.બી.એચ.વી58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં.

જાહેરાતની સામાન્ય જોગવાઈઓ

  • ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતાની જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી.
  • રસ ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતી ને લગતી માહિતી તેમજ સૂચનાઓ વાંચવી.
  • શૈક્ષણિક માહિતી – દરેક પોસ્ટ માટે શૈક્ષણિક માહિતી જો સામે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સમાં ના હોય તો OTHER1 અને કોમ્પ્યુટર કોર્સ ની માહિતી OTHER2 માં ભરવી.
  • ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવશે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા આજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
  • ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ આવશ્યક પાસ કરેલો હોવો જોઈએ.
  • ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સિદ્ધિ અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલા એક ઠરશે.
  • ઉમેદવારે અરજીપત્રમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અજપત્રક/નિમણૂક કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
  • આ જાહેરાત અન્વયે ની ભરતી અંગે લેખિત પરીક્ષા/મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે.
  • પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનો મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
  • આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશનર શ્રી, વડોદરા ને રહેશે.
  • ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધિત અન્ય કોઈપણ સૂચના માટે www.vmc.gov.in વેબસાઈટ સતત જોતા રહેવા અનુરોધ છે.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ – 22 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 06 ઓક્ટોબર 2023

ખાસ નોંધ: કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ બે વર્ષ સુધીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

અન્ય ભરતી :

Leave a Comment

ADS by MG