ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચેના તમામ વર્ગો માટે અસંખ્ય યોજનાઓ રજૂ કરેલી છે આ પૈકી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને છોકરીઓને ધ્યાનમાં રાખીને કેટલાક કાર્યક્રમની સ્થાપના કરવામાં આવે છે બેટી બચાવો બેટી પઢાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના નોંધપાત્ર ઉદાહરણો છે વધુમાં ગુજરાત સરકારે મહિલાઓની સલામતી સંરક્ષણ અને સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે વુમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની રચના કરેલી છે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ અને સેવાઓ કાર્યરત છે જે કે મહિલાઓને સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપમાં આર્થિક પુનઃલગ્ન યોજના વહાલી દિકરી યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ સખી વન ટોપ સેન્ટર પોલીસ સ્ટેશન સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે જેવી યોજનાઓ ચાલે છે પરંતુ આજે આપણે આર્ટીકલ દ્વારા વહાલી દિકરી યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દિકરી યોજના બહાર પાડેલી છે આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સા આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં સુધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઇન અરજી કરી શકે છે લાભાર્થી દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારનો લાભ મળે છે
વહાલી દીકરી યોજનાનો હેતુ
- દીકરીના જન્મ દરમા વધારો કરવો
- દીકરીના શિક્ષણ અને ઉત્તેજન આપવું
- દીકરીનો સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું
- બાળ લગ્ન થતાં અટકાવવા
- દીકરીઓના શિક્ષણમાં વધારો કરો
લાભાર્થીની પાત્રતા
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ
- દીકરીનો જન્મ 2 8 2019 ના રોજ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ
- દંપતિ ના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે
- માતા-પિતાને સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેમને લાભ મળવા પાત્ર છે
- એકલ માતા પિતાના કેસમાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકશે
- બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ પુખ્ત વાય એ લગ્ન કરેલ હોય તેવા દંપતિ ને આ યોજનાનો લાભ મળી શકે છે
વહાલી દિકરી યોજનામાં મળવા પાત્ર લાભ
- પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000 ની સહાય મળવાપાત્ર રહેશે
- બીજા હપ્તા પેટે લાભાર્થી દીકરીને ધોરણ નવ માં પ્રવેશ વખતે રૂપિયા 6,000 ની સહાય મળશે
- છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળવા પાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ
જરૂરી દસ્તાવેજો
- દીકરીનો જન્મનું પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- માતાને પિતા બંનેનું આધાર કાર્ડ
- માતા અને પિતા બંનેનો જન્મ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- દંપતિ પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટીફીકટ
- સ્વ ઘોષણા નો નમુનો
- અરજદારના રેશનકાર્ડની નકલ
- માતા-પિતાના બેંકની પાસબુક
વહાલી દિકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા સોગંદનામાં બાબતે નવી જોગવાઈ કરેલી છે ગુજરાત રાજ્યમાં એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી છે જે અન્વયે વ્હાલી દિકરી યોજના સોગંદનામુની જોગવાઈમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે જેને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ વ્હાલી દિકરી યોજના સોગંદનામુ રદ કરવામાં આવ્યું છે એફિડેવિટને રદ કરીને સ્વ ઘોષણા પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે
વહાલી દિકરી યોજના સ્વ ઘોષણા નો નમુનો
સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વ કોષણા કરી શકાશે આ વિભાગ દ્વારા વાલી દિકરી યોજના નો નમુનો બહાર પાડવામાં આવેલ છે જેનો નમુનો ડાઉનલોડ ની લીંક દ્વારા કરી શકાશે
કેવી રીતે કરવી અરજી?
વહાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે આ યોજનાની ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી અલગ અલગ સ્તરે લોકો કરતા હોય છે
- સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તાર ન હોય તો VCE પાસે જવાનું રહેશે
- જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર અથવા જનસેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે
- લાભાર્થીની દીકરી ના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વાહલી દીકરી યોજના ફોર્મ પીડીએફ ભરવાની રહેશે
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે
- ગ્રામ્ય VCE અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વહાલી દીકરી યોજનાના ફોર્મની ચકાસણી કરવામાં આવશે
- ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા તેમના ઓફિસિયલ લોગીન દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે
- છેલ્લે તમને ઓનલાઇન ફોર્મ ભરવાની પહોંચ આપશે જે નકલ સાચવીને રાખવાની રહેશે