Lagn sahay yojana Gujarat |
દિવ્યાંગ
લગ્ન સહાય યોજના |
e-samaj kalyan Gujarat online form | Samaj suraxa yojana | રૂપિયા 50000 થી 1 લાખ સુધી સહાય । Lagn sahay yojana detail in
Gujarati
![]() |
દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023
સામાજિક
ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર દ્વારા અને નિયામક શ્રી સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગો માટે અનેક
કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેમાંદિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ ફ્રી
બસ પાસ યોજના, દિવ્યાંગ ઓળખ કાર્ડ દિવ્યાંગ પેન્શન યોજના
જેવી યોજનાઓનો સમાવેશ થાય છે આવી જ એક યોજના છે. “દિવ્યાંગ લગ્ન સહાય યોજના “ દિવ્યાંગ વ્યક્તિ
સમાજ માં સન્માન પુર્વક જીવી શકે અને
દિવ્યાંગ લગ્ન ને પ્રોત્સાહન મળે તે હેતુથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના‘ અમલમાં મુકવામાં આવેલ છે. જેની જેની
અરજી ઓનલાઈન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (e-samaj kalyan Portal) પરથી કરવાની હોય છે. આ યોજનામાં
કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ ? દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે ? અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇએ વગેરે માહિતિ આ આર્ટિકલમાં મેળવીશુ.
દિવ્યાંગ લગ્ન સહાય માટેની શરતો
દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે અરજી કરવા માટે
નીચેની શરતો પુર્ણ કરતા હોવા જોઇએ
● દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા
જોઇએ.
● કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
● દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ
ફક્ત એક જ વખત (યુગલ દીઠ) મળવાપાત્ર રહેશે.
● આ યોજનામાં લગ્ન થયાની તારીખથી
બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
હાઇલાઇટ પોઇન્ટ દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023
યોજના નું નામ | દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
લાભાર્થી | પાત્રતા દિવ્યાંગ યુગલ |
અરજી કરવાનો સમયગાળો | લગ્ન કર્યાના બે વર્ષની |
કેટલી સહાય મળવા પાત્ર છે | પચાસ હજાર થી ૧ લાખ સુધી |
ઇ સમાજ કલ્યાણ પર રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવા અંગેની | અહીં ક્લિક કરો |
ઓફિશિયલી વેબસાઇટ | |
ઓનલાઇન અરજી કરવા માટે | |
WhatsApp માં જોડાવા માટે |
દિવ્યાંગતાના પ્રકાર
દિવ્યાંગ
લગ્ન સહાય યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા અને
દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
ક્રમ | દિવ્યાંગતાનો | દિવ્યાંગતાની |
1 | અંધત્વ | 40 ટકા કે તેથી વધુ |
2 | આનુવંશિક | 40 ટકા કે તેથી વધુ |
3 | ઓછી | 40 ટકા કે તેથી વધુ |
4 | રક્તપિત-સાજા | 40 ટકા કે તેથી વધુ |
5 | એસિડના | 40 ટકા કે તેથી વધુ |
6 | હલન-ચલન | 40 ટકા કે તેથી વધુ |
7 | સેરેબલપાલ્સી | 40 ટકા કે તેથી વધુ |
8 | વામનતા | 40 ટકા કે તેથી વધુ |
9 | બહુવિધ | 40 ટકા કે તેથી વધુ |
10 | ક્રોનિક | 50 ટકા કે તેથી વધુ |
11 | સામાન્ય | 50 ટકા કે તેથી વધુ |
12 | ધ્રુજારી | 50 ટકા કે તેથી વધુ |
13 | બૌદ્ધિક | 50 ટકા કે તેથી વધુ |
14 | હિમોગ્લોબિનની | 50 ટકા કે તેથી વધુ |
15 | દીર્ઘકાલીન | 50 ટકા કે તેથી વધુ |
16 | માનસિક | 50 ટકા કે તેથી વધુ |
17 | ખાસ | 50 ટકા કે તેથી વધુ |
18 | વાણી | 50 ટકા કે તેથી વધુ |
19 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી | 50 ટકા કે તેથી વધુ |
20 | મલ્ટીપલ | 50 ટકા કે તેથી વધુ |
21 | સાંભળવાની | 70 થી 100 ટકા |
દિવ્યાંગ લગ્ન સહાય હેઠળ સહાયની રકમ
આ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ
વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલની બંને વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર) + રૂપિયા 50,000 (પચાસ) કુલ મળીને 1,00,000 (એક લાખ) સહાય મળવાપાત્ર છે.
દિવ્યાંગ થી સામાન્ય વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે તેવા
કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા 50,000 (પચાસ હજાર)ની સહાય આપવામાં આવે છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ડોક્યુમેન્ટ
દિવ્યાંગ
ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની
પ્રમાણિત નકલ ((Unique
Disability ID)
દંપતિના
શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
રેશનકાર્ડની
પ્રમાણિત નકલ
આધારકાર્ડની
નકલ
ચુંટણીકાર્ડની
નકલ
બેંક
પાસબુકની નકલ
બન્નેના
સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
લગ્ન
રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.
આ પણ વાચો:
કુવરબાઇનુ મામેરુ યોજના : લગ્ન કરનાર યુગલને ૧૨,૦૦૦/ ની સહાય આપતી યોજના
લગ્ન નોધણી પ્રમાણપત્ર કઢાવવાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં