દિવાળી વેકેશન 2022 તારીખ જાહેર ગુજરાત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પત્ર ક્રમાંક મઉમશબ/સંશોધન/૨૦૨૨/૯૧૪૭-૯૦, તા.૨૭/૦૭/૨૦૨૨ મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાઓમાં દિવાળી વેકેશન નિયત કરવા બાબત.
દિવાળી વેકેશન 2022 તારીખ
ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. 20-10-2022 થી તા. 09-11-2022 સુધી કુલ 21 દિવસનું નિયત કરવામાં આવે છે.
દિવાળી વેકેશન 2022-23
દિવાળી વેકેશન 2022 તારીખ જાહેર : ઉક્ત બાબતે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલન રહીને સુચવ્યા મુજબ વેકેશન તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક / માધ્યમિક બંને શાળાઓના બાળકોને વેકેશન તારીખ એક જ સરખી રહી શકે. જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળના તમામ શાળાઓને કરવાની રહેશે.
ગુજરાત બોર્ડ કેલેન્ડર 2022-23
શૈક્ષણિક વર્ષ 2022-23 મુજબ ગુજરાતમાં SSC/HSC બોર્ડની પરીક્ષા એટલે કે ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા તારીખ 14/03/2023 થી 31/03/2023 સુધી આયોજના કરવામાં આવેલ છે. અને શાળાકીય વાર્ષિક પરીક્ષા એટલે કે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા તારીખ 10/04/2022 થી 21/04/2022ના રોજ આયોજન કરવામાં આવેલ છે.
ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં આવશે નહિ. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જુન થી સપ્ટેમ્બરનો સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાક્રમ રહેશે. ધોરણ 9 અને 11ની દ્રિતીય પરીક્ષા માટે જુન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70% અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ઉપરોક્ત તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20 થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ.
પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |