Gujarat Chiranjeevi Yojana 2023 : ચિરંજીવી યોજના ગુજરાત ફોર્મ, ડોકયુમેન્ટ, અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

Rate this post

Gujarat Chiranjeevi Yojana 2023 : ચિરંજીવી યોજના ગુજરાત ; ગુજરાત માં ઘણી મહિલાઓને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. તો ચિરંજીવી યોજના (Chiranjeevi Yojana) આવી માતાઓ માટે અમલમાં મુકવામાં આવી છે. તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભાડું,સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે. 

આર્ટીકલ માં મિત્રો આપણે ચિરંજીવી યોજના ગુજરાત વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Gujarat Chiranjeevi Yojana, ચિરંજીવી યોજના ગુજરાત

Gujarat Chiranjeevi Yojana 2023 | ચિરંજીવી યોજના ગુજરાત

યોજના નું નામચિરંજીવી યોજના ગુજરાત
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા 
વિભાગમહિલા અને બાળવિકાસ વિભાગ
લાભાર્થીગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ
મળવાપાત્ર સહાયપ્રસુતિ દરમિયાન આર્થિક સહાય
ઓફિસિયલ વેબસાઇટGujarat.gov.in
હેલ્પલાઈન નંબર7923232611

જાણો ગુજરાત ચિરંજીવી યોજના શું છે?

Chiranjeevi Yojana  : ચિરંજીવી યોજના ની શરૂઆત ૨૦૦૫ માં કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવાર માં કોઈ મહિલાને પ્રસુતિ દરમિયાન આર્થિક તેમજ સામજિક રીતે મુશ્કેલી નો સામનો ના કરવો પડે તેના કારણે સરકાર દ્વારા પ્રસુતિ દરમિયાન માતાઓને રૂપિયા ૨૦૦/- સ્વાસ્થ્ય ખર્ચ, રૂપિયા ૩૦/- યાત્રા ખર્ચ અને રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧,૬૩,૬૦૯ જેટલી મહિલાઓએ તેનો લાભ ઉઠાવ્યો છે.

યોજના નો હેતુ શું ? 

(Chiranjeevi Yojana ) ચિરંજીવી યોજના નો મુખ્ય હેતુ એ છે કે કેટલીક માતાઓ જેઓ ગરીબી રેખાથી નીચે જીવે છે તેવા પરિવાર માટે આર્થિક અને સામાજિક કારણોસર ખતરનાક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. ચિરંજીવી યોજના આવી માતાઓની સહાય માટે અમલ લાવવામાં આવી છે તેમના માટે આર્થિક સહાય,સુરક્ષા,યાત્રા ભથ્થું,સ્વાસ્થ્ય ખર્ચ આપીને આર્થિક સહાય કરવાનો છે. આ યોજના થી ગરીબ મહિલાઓને ઘણી બધી મદદ મળતી હોય છે.

મળવાપાત્ર લાભ ક્યાં ક્યાં ?

ચિરંજીવી યોજના હેઠળ નીચે મુજબ લાભ મળે છે:

  • આ યોજના હેઠળ મહિલા ને પ્રસુતિ દરમિયાન આર્થિક અને સામાજિક રીતે સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ મહિલાને પ્રસુતિ દરમિયાન સ્વાસ્થ્ય ખર્ચ ૨૦૦/- રૂપિયા, યાત્રા ખર્ચ રૂપિયા ૩૦/- તેમજ રૂપિયા ૩૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • તેમજ પ્રસુતિ સુધી આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.

ચિરંજીવી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

ચિરંજીવી યોજના નો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે:

  • લાભાર્થી નું આધારકાર્ડ 
  • આવકનો દાખલો 
  • B.P.L કાર્ડ
  • જો બી.પી.એલ કાર્ડ ના હોય તો તલાટી શ્રી નો આવકનો દાખલો 
  • બેન્ક પાસબુક 
  • જાતિનો દાખલો 
  • રેશન કાર્ડ 

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ચિરંજીવી યોજના ગુજરાત માટે અરજી કેવી રીતે કરવી ?

  • ચિરંજીવી યોજના ની અરજી ઓફલાઈન કરવાની રહેશે.
  • આ યોજના નું ફોર્મ નજીકની આંગણવાડી કેન્દ્ર, P.H.C સેન્ટર, હોસ્પીટલ જેવી જગ્યાએથી મેળવી લેવાનું રહેશે.
  • આ યોજના નું ફોર્મ ભરીને તેની સાથે રેશન કાર્ડ, આવકનો દાખલો જેવા ડોકયુમેન્ટ લગાવીને હોસ્પીટલ માં રજુ કરવાનું રહેશે.

જુઓ ચિરંજીવી યોજના માં કોણ લાભ લઈ શકે છે ?

ચિરંજીવી યોજના ગુજરાત નો લાભ નીચે મુજબ ની વ્યક્તિ લઈ શકે છે:

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
  • આ યોજના નો લાભ બી.પી.એલ ધારકો અને ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર ના લોકો ને મળે છે.
  • અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ તેમજ B.P.L ધારકોને આ લાભ આપવામાં આવે છે.
  • તેમજ ગરીબી રેખાથી નીચે જીવતા A.P.L ધારકોને પણ લાભ આપવામાં આવે છે.

ઉપયોગી લીનક્સ

ચિરંજીવી યોજના નું ફોર્મ Downloadડાઉનલોડ ફોર્મ 
ઓફિસિયલ વેબસાઇટ Gujarat.gov.in
અરજી પ્રક્રિયા ઓફલાઈન
હેલ્પલાઈન નંબર7923232611
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat Chiranjeevi Yojana 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!