![]() |
gyan sadhna scholarship Examination |
short berfing: જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org
| જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરો । seb exam | sebexam | seb exam Hallticket Download
Contents
- 1 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
- 2 જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા
- 3 જ્ઞાન સાધના સ્કોલરશિપ ના હાઇલાઇટ પોઇન્ટ
- 4 પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો
- 5 આ સ્કોલરશિપની પરિક્ષા કોણ આપી શકશે ?
- 6 જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2023 ના શુ લાભ છે
- 7 પ્રવેશ પરિક્ષાનું માળખું
- 8 પરિક્ષા કેન્દ્ર
- 9 જ્ઞાન સાધના સ્કોલરશિપ ૨૦૨૩ માં અરજી કરવાની રીત :
- 10 ઉમેદવારે પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે.
- 11 જ્ઞાન સાધના પ્રખરતા કસોટી બાદ પ્રવેશ વખતે કયા કયા પુરાવાની જરૂર પડશે?
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
મિત્રો, ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે જ્ઞાનશક્તિ સાધના સ્કોલરશિપ યોજના. જેમાં ૨૦૨૩-૨૪ના વર્ષથી ધોરણ 8 માં અભ્યાસ પુર્ણ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિધાર્થીઓ તેમની મન પસંદ સ્વનિર્ભર ખાનગી સ્કુલમાં અભ્યાસ કરી શકે તે માટે શિષ્યવૃતિ આપવાનું જાહેર કરેલ છે. અને આવા વિધાર્થીઓની ઓળખ માટે પરિક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ આ પ્રવેશ પરિક્ષા આપી શકશે અને પરીક્ષા પાસ કરેલ તેમજ મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળશે તો આ યોજના વિશે જેના માટે ઓનલાઇન ફોર્મ ભરીને પરીક્ષા આપવાની રહેશે જેેેની વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા
ધોરણ- ૧ થી ૮માં સરકારી થવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૦,૦૦૦/ ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ ની, સહાય આપવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવવા માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા” આપવાની આપવાની રહેશે. તેમાં પાસ થયેલા અને મેરિટ માં સમાવેશ થનાર વિધાર્થીને આ સ્કોલરશિપનો લાભ મળશે.
- જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માં ભાગ લેવા માટે ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પરિક્ષા લેવામાં આવશે
- આ પરિક્ષા આપવા માટે ઓનલાઇન www.sebexam.org વેબસાટ પર ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે જે મિત્રો પરિક્ષા આપવા માંગતા હોય તે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે
- ફોર્મ ભરવા માટે ૧૮ આંકડાનો આધાર ડાયસ નંબરની જરુર પડશે જે સ્કુલમાંથી મળશે અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી શકાશે
જ્ઞાન સાધના સ્કોલરશિપ ના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશિપ |
જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે યોજાનાર પરિક્ષાનું નામ | જ્ઞાન સાધના પ્રખરતા |
જ્ઞાન સાધના પરિક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનો | 11-05-2023 થી 26-05-2023 |
“જ્ઞાન સાધના પ્રખરતા | 11 જૂન |
અરજી કરવા માટે ની વેબસાઇટ | |
જ્ઞાન સાધના પ્રખરતા | |
પરિક્ષા ફી | આના માટે કોઇ |
જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતિ માટે | |
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો ઠરાવ અને જાહેરનામું જોવા માટે | અહીં ક્લિક કરો |
તમારો આધાર ડાયસ નંબર (UID) જાણવા માટે | અહીં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો
જ્ઞાન સાધના સ્કોલરશિપની પરિક્ષા અંગેની જાહેરાત જોવા માટે | |
જ્ઞાન સાધના સ્કોલરશિપ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે |
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષા માટે કોલ લેટર તા.૦૭/૦૬/૨૦૨૩ થી ડાઉનલોડ કરી શકાશે
આ સ્કોલરશિપની
પરિક્ષા કોણ આપી શકશે ?
- સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે પાસ થયેલ હોય
- અથવા
- આરટીઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વ નિર્ભર શાળામાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ હોય અને ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે પુર્ણ કરેલ હોય
- ઉપરની બન્ને બાબતમાં જે વાલીની આવક શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦/ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૦,૦૦૦/ થી વધુ ના હોય તેવા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2023 ના શુ લાભ છે
જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના નો લાભ લેવા માટે યોજાનાર
જ્ઞાન પ્રખરતા કસોટી માં પાસ થઇને મેરિટ માં સમાવેશ થશે તેવા વિધાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ સુધી તેમની પસંદગીની સ્વ
નિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી
શકે તે માટે, ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે
દર વર્ષે ૨૦,૦૦૦/ અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ ની સહાય આપવામાં આવશે.
પ્રવેશ
પરિક્ષાનું માળખું
કુલ ગુણ: ૧૨૦ સમય:૧૫૦
મિનિટ
અભ્યાસક્રમ
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
(૧) MAT બૌધ્ધિક યોગ્યતા | ૪૦ | ૪૦ | ૧૫૦ મિનિટ |
(2)SAT શૈક્ષણિક યોગ્યતા | ૮૦ | ૮૦ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક
અને અશાબ્દીક તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્ય, વર્ગિકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, જેવા વિષયોના આધારે રહેશે
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નોનું | ||
વિષયનું નામ | પ્રશ્નો | ગુણ |
વિજ્ઞાન | ૨૦ | ૨૦ |
ગુજરાતી | ૧૦ | ૧૦ |
અંગ્રેજી- | ૧૦ | ૧૦ |
હિન્દી | ૫ | ૫ |
ગણિત | ૨૦ | ૨૦ |
સામાજિક વિજ્ઞાન | ૧૫ | ૧૫ |
કુલ | ૮૦ | ૮૦ |
|
|
|
ઉપરનો અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.
પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે
પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા
મળશે.
પરિક્ષા કેન્દ્ર
પરિક્ષા માટે નોંધાયેલ વિધાર્થીઓની તેમજ વહિવટી અનુકુળતા મુજબ
જે તે તાલુકા મથકે પરિક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશિપ ૨૦૨૩ માં અરજી કરવાની રીત :
- જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો લાભ મેળવવા માંગતા વિધાર્થીઓએ ઓનલાઇન www.sebexam.org પર અરજી કરવાની રહેશે .
- અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સરકારી/ગ્રાન્ટ મેળવતી શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.
- આ જાહેરાતના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩
- દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે.
ઉમેદવારે પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે.
·
વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે
મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ http://www.sebexam.org
પર જવું. - “Apply Online” પર Click કરવું.
- Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌપ્રથમ Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં
લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) - Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online
સ્વીકાર થઈ જશે. અહીં Confirm
Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે
જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર
કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે - વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી
જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપવી પડશે - વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ
ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. - હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર
મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની
શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે. - વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
- હોલ ટીકીટની કોપી કાઢયાબાદ
વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ
બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે. - ફોર્મ ભરવા અંગેની વધુ મહિતિ માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી બાદ પ્રવેશ વખતે કયા કયા પુરાવાની જરૂર પડશે?
હાલ ફોર્મ ભરતી વખતે કોઇ પુરાવા રજુ કરવાના નથી પણ પરિક્ષા પાસ કર્યા બાદ પ્રવેશ મેળવતી વખતે રજુ કરવાના હોય છે
- અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.
- આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
- વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય તેવા
- આધારો તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે.
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ તેમની પસંદગીની સ્વનિર્ભર શાળાઓમાંંઅભ્યાસ કરી શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!