
ગુજરાતી જોક્સ 2023 Jocks In Gujarati મજેદાર જોક્સ : ગુજરાતી જોક્સ 2023: આજે અમે લાવીયા છીએ ગુજરાતી જોકસ નું મોટામાં મોટો સંગ્રહ. તમે હસી હસી લાલ થઇ જશો. અહીં તમે દરેક પ્રકાર ના મજેદાર જોકસ, પતિ પત્ની ના જોકસ, દેશી જોકસ, બંટી બબલી જોકસ જેવા અઢળક જોકસ વાંચી શકશો.

ગુજરાતી જોક્સ 2023
જોક્સ:
ચિન્ટુ પોતાની સુંદર પત્ની સાથે ટેક્સીમાં બેસી ક્યાંક જઈ રહ્યો હતો.
ટેક્સી ડ્રાઈવરે આગળનો કાચ એવી રીતે સેટ કર્યો, કે તેને ચિન્ટુની પત્ની દેખાય.
ચિન્ટુ આ જોઈને ગુસ્સે થયો અને બોલ્યો, નાલાયક તું કાચમાં મારી પત્નીને જોઈ રહ્યો છે, એક કામ કર તું અહીં બેસ હું ગાડી ચલાવીશ.
પતિ પત્ની જોક્સ:
પત્ની (રડતા રડતા) : છેલ્લા ત્રણ દિવસથી તારા શર્ટ ઉપરથી મને કોઈ છોકરીનો વાળ જડ્યો નથી.
પતિ: તો ખુશ થા. રોવા કેમ બેઠી છે?
પત્ની: મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કર. હવે તે ટકલી છોકરીઓની દોસ્તી કરવા માંડી છે.
જોક્સ:
એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા અને સ્ટોર ના છોકરાં ને કહ્યું: મને મૈસુર ની દાળ 742 નંગ આપ.
એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોર ના છોકરા એ 200 ગ્રામ દાળ તોલી ને આપી દીધી.
એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું: આમાં 742 દાણા જ છે એ તને કેવી રીતે ખબર..?
છોકરા કહ્યું: ઘરે જઈ ગણી લેજો, કારણ કે મારા બાપા એ 3710 એક કિલો માં આવે છે એવું ગણી લીધું છે. એટલે 200 ગ્રામ માં 742 દાણા જ આવશે.
એ રિટાયર્ડ કાકા એ પૂછ્યું : તારા પિતાજી શુ કરે છે..?
છોકરા એ કહ્યું : એ તમારી જેમ રિટાયર્ડ છે, નવરા બેઠા આવા જ ધંધા કર્યા કરે છે..!!
જોક્સ:
પાડોશીએ એક દિવસે મગનના ઘરે જઈને ફરિયાદ કરી.
પાડોશીપાડોશી: હું તમારા ઘરની નીચેથી પસાર થતો હતો ત્યારે તમારા છોકરાએ પત્થરનો ઘા કર્યો.
છગન: કેટલુ વાગ્યું?
પાડોશી: એ મારી બાજુમાંથી પસાર થઈ ગયો, એટલે હું બચી ગયો.
છગન: તો તો એ મારો છોકરો હોય જ નહી.
જોક્સ:
પતિ: લગ્ન પહેલા તારું ફિગર બિલકુલ કોકની બોટલ જેવું હતું.
પત્ની: એ તો હજી પણ છે.
પતિ: હા, બસ ફેર એટલો જ છે કે પહેલાં તું 300મીલીની હતી હવે દોઢ લીટરની છે.
બેસ્ટ જોક્સ, 100 ગુજરાતી જોક્સ, રમુજી જોક્સ ફોટા,પતિ પત્ની જોક્સ શેરચેટ, ફની જોક્સ ફોટો, જોક્સ શાયરી ફોટા.