National Gopal Ratna Award 2024 :રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2024 જાહેરાત: વિજેતાઓની મળશે ₹2 થી 5 લાખ રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2024 પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) દ્વારા રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2024 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર દેશના પશુપાલન અને ડેરી ક્ષેત્રે અગ્રણી પ્રદાન કરનારા શ્રેષ્ઠ ખેડુતો, ડairy સહકાર સંસ્થાઓ, અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનોને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. National Gopal Ratna Award 2024 apply online
વિજેતાઓને 26 નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી દરમિયાન સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહ, રાજ્ય મંત્રી એસ.પી. સિંહ બઘેલ, અને જ્યોર્જ કુરિયન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
રાષ્ટ્રીય ગોકુલ રત્ન એવોર્ડ કેમ આપવામાં આવે છે જાણો
રાષ્ટ્રીય ગોકુલ રત્ન પુરસ્કારોનો ઉદ્દેશ્ય સ્થાનિક પશુપાલન ખેડૂતો, AI ટેકનિશિયન અને ડેરી સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક કંપનીઓ, ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ કે જેઓ પશુપાલન અને ડેરી માં કામ કરી રહ્યા છે તેમના માટે આ એવોર્ડ આપવામાં આવે છે કારણ કે તેમને ઉત્સાહ વધે અને તે વધારે કામ કરે તે માટે ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.
1. દેશી ગાય/ભેંસની જાતિઓ ઉછેરનાર શ્રેષ્ઠ ડેરી ખેડૂતો
2. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT)
3. શ્રેષ્ઠ ડેરી સહકારી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા
રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2024 કેટલું ઇનામ મળશે?
- પ્રથમ સ્થાન માટે ₹5 લાખ
- દ્વિતીય સ્થાન માટે ₹3 લાખ
- ત્રિતિય સ્થાન માટે ₹2 લાખ
- NER ખાસ પુરસ્કાર માટે ₹2 લાખ