પોલીસ ભરતી માટે નવા નિયમો : ગુજરાત પોલીસ તંત્રમાં લોક રક્ષક દળથી લઈને નાયબ પોલીસ અધિક્ષક સહિતની તમામ કેડરોની ભરતી માટે શૈક્ષણિક અને શારિરીક લાયકાતોના નિયમોમાં ફેરફાર આવશે.
પોલીસ ભરતી માટે નવા નિયમો: પોલીસમાં સાઈબર ક્રાઈમ, આંતકાવાદ વિરોધી દળથી લઈને કાયદો અને વ્યવસ્થાના અમલ માટે વિવિધ સ્તરે અનિવાર્યતા મુજબ બળને વર્ગીકૃત કરવાના ઉદ્દેશ્યથી ટેકનિકલ અને સામાન્ય લાયકાત, અનુભવને આધારે કેડરોનું ગઠન કરવાનું આયોજન થયુ રહ્યુ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગામી ૧૦ વર્ષને ધ્યાને રાખીને નવા નિયમો અર્થાત રિક્રુટમેન્ટ રૂલ્સ- RR ઘડવા માટે હાઈલેવલ કમિટી રચવાનો નિર્ણય કર્યાનું જાહેર કર્યુ હતુ.
જેના આધારે આગામી સમયમાં પોલીસ તંત્રમાં મોટાપાયે ભરતીઓ થશે.
- પોલીસની ભરતીના નિયમોમાં થઈ શકે છે ફેરફાર
- નવા નિયમોના અભ્યાસ માટે અધિકારીઓની કમિટીની કરાશે રચના
- અભ્યાસ અને ચર્ચાના અંતે કમિટી રાજ્ય ગૃહમંત્રીને રિપોર્ટ આપશે
- રિપોર્ટ બાદ નવા નિયમો અંગે આખરી નિર્ણય કરવામાં આવશે
ભવિષ્યની જરૂરિયાતોને આધારે નક્કી કરાશે નિયમો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યની જરૂરિયાતોને આધારે નિયમો નક્કી કરવામાં આવશે. ભરતી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મળીને કેવા પ્રકારના મેન પાવર માટે કેવા નિયમો બનાવવા તે અંગે અભ્યાસ કરશે. આ નવા નિયમોના અભ્યાસ માટે અધિકારીઓની એક કમિટીની રચના કરવામાં આવશે. અભ્યાસ અને ચર્ચાના અંતે કમિટી ગૃહ રાજ્યમંત્રીને રિપોર્ટ આપશે. આ રિપોર્ટ બાદ નવા નિયમો અંગે આખરી નિર્ણય કરવામાં આવશે.
ગૃહવિભાગની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
આપને જણાવી દઈએ કે, ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભરતી બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોક રક્ષક ભરતી, PSI અને PIની ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ ભરતીને લઈને થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ ભરતીના નિમણૂક પત્રો આપવા અંગેની પણ ચર્ચાઓ થશે.
અન્ય માહિતી
ગુજરાત પોલીસ ભરતીના આ ન્યુઝ વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
પોલીસ ભરતીના ઉમેદવારો માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.