Takeshi Castle Trailer Out: બાળકો ની પ્રિય POGO ચેનલ પર આવતો જાપાની ગેમ શો ‘takeshi’s castle’ 34 વર્ષ પછી એકવાર ફરી આવી રહ્યો છે. આવખાતે જાવેદ જાફરીની જગ્યા એ ભુવન બામ કરશે હોસ્ટ. અહીથી જુઓ ટ્રેલર.
જાપાની ગેમ શો તાકેશી કેસલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જોઈને બાળપણની યાદો તાજી થઈ જશે અને તે એટલું આનંદી છે કે હસતાં હસતાં પેટમાં દુખાવો થઈ જશે. આ શો અભિનેતા અને કોન્ટેન્ટ ક્રીટર ભુવન બામના અલ્ટર ઇગો, ટીટુ મામા દ્વારા હોસ્ટ કરવામાં આવશે.
Contents
Takeshi’s Castleનું ટ્રેલર થયું રીલીઝ
ટ્રેલરમાં, ભુવન બામ ટીટુ મામા તરીકે 90 ના દાયકાના બાળકોની યાદોને પાછી લાવતા જોવા મળે છે. આ વખતે શોમાં જાવેદ જાફરીની જગ્યાએ ભુવન બામ જોવા મળશે. ભુવન તેની યુટ્યુબ ચેનલ બીબી કી વાઈન્સ માટે વિશ્વભરમાં જાણીતો છે.
34 વર્ષ પછી આવી રહ્યો છે આ જાપાની ગેમ શો
ત્રણ દાયકા પછી, ગેમ શો તાકેશી કેસલની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. આ શો 2 નવેમ્બરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. ભુવન બામ જાપાની ગેમ શો તાકેશી કેસલને હોસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે. તેમણે જણાવ્યું કે તાકેશી કેસલ તેમના બાળપણનો મહત્વપૂર્ણ ભાગ હતો. જાવેદ સરની કોમેન્ટ્રીની યાદો તેમને હંમેશા રોમાંચિત કરતી. જ્યારે તેને રીશૂટનો ભાગ બનવાની તક મળી, ત્યારે તે અતિ ઉત્સાહિત હતો. ત્યારે તેણે બીબી કી વાઈન્સના ટીટુ મામાની અનોખી શૈલીમાં શો હોસ્ટ કરવાનું નક્કી કર્યું.
ભુવને પ્રાઈમ વીડિયોનો માન્યો આભાર
ભુવને તેના મનપસંદ શોમાં કામ કરવાની તક આપવા બદલ પ્રાઇમ વિડિયોનો આભાર વ્યક્ત કર્યો. તેને આશા છે કે દર્શકો આ ગેમ શોના રીબૂટ અને તેમાં જે સ્ટોરી સંભળાવે છે તેનો આનંદ માણશે.
જાપાની ગેમ શો ‘તાકેશી કેસલ’ કઈ તારીખ થી જોઈ શકાશે?
02 સપ્ટેમ્બર 2023 થી જોઈ શકાશે.
જાપાની ગેમ શો ‘તાકેશી કેસલ’ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે?
એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોઈ શકાશે.
જાપાની ગેમ શો ‘તાકેશી કેસલ’ ને કોણ હોસ્ટ કરે છે?
આ વર્ષે ‘તાકેશી કેસલ’ ગેમ શો ને ભુવન બામ (BB ki vines) હોસ્ટ કરે છે.