મિથુન: Awareness : નકારાત્મક વિચારો, ભય, તર્ક, ભવિષ્યના વિચારો કરવા કરતાં જાગૃત થવાની જરૂર છે. સભાન બનો. પ્રેક્ટિકલ બનીને રસ્તો કાઢો. તેના થકી જ અલગ રૂપ, દિશા મળશે. ગળાનું ધ્યાન રાખવું. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. Angel Guidance : દરેક પરિસ્થિતિનો ક્યારેક અંત આવશે જ એ સમજો અને સ્વીકારો.
કર્ક: Sorrow : ભૂતકાળમાં જે નથી કરી શક્યા એનું દુઃખ કાઢી નાખી વર્તમાનને જુઓ. જેના કારણે આવનારી તકો જોઈ-સમજી શકો. કોઈની સાથે સરખામણી કરવા કરતાં બીજાના સારા ગુણો કેળવો. એમ ન કરવાથી રડવાનો વખત આવશે. Angel Guldance : તમારા કરેલાં કર્મો અને કાર્યો માટે જવાબદાર બનો.
સિંહ: Ordinariness : તમારા પોતાના દમ પર સરળ રીતે જીવો. પ્રસિદ્ધિ પાછળ ન દોડો. ધ્યેય હાંસલ કરવા સ્પર્ધામાં ભાગો નહીં. પ્રકૃતિમાં રહો. તમારી પાસે જે છે એનો આનંદ માણો. પ્રકૃતિ, કુદરત સાથે એકાકાર થાવ. Angel Guidance : તમે જે અપનાવશો એ નિયતિ હોવાથી સમજણપૂર્વક અપનાવો.
કન્યા: Slowing down : ઉતાવળે આંબા ન પાકે એ સમજો. કાચબો મંદ પણ મક્કમ ગતિએ આગળ વધે છે એમ શાંતિથી વિચારીને આગળ વધો. ભલે સમય લાગે પણ આગળ જતાં રાહત ચોક્કસ મળશે. શરૂઆતમાં વિઘ્ન પછી રાહત અવશ્ય મળશે. Angel Guidance : તમારી જરૂરિયાત કરતાં વધુ છે, તે અન્ય સાથે શેર કરો.
તુલા : We are the World: જો કોઈ કામ બાબતે આગળ વધવું છે તો એમાં જરૂરી બધા જ લોકોનો સાથ-સહકાર લઈને આગળ વધવું સલાહભર્યું છે. સફળતા પણ મળી શકે છે. ગ્રૂપ લીડર, ટીમ લીડર છો તો બધાંને સાથે લઈને ચાલવાથી સફળતા મળે. Angel Guidance : ખોટા અહંકાર અને સેલ્ફ સેન્ટરનેસની દીવાલ તોડી નાખો.
વૃશ્ચિક: Harmony : અન્યને તમારા વિચારો અને લાગણીઓમાં ખલેલ પહોંચાડવા નદો. જ્યાં સુધી તમારાં દિલ અને દિમાગ એક નિર્ણય માટે સંમત ન થાય, ત્યાં સુધી કોઈ પગલાં કે નિર્ણય ન લો. ધ્યાન કરો, હૃદયની બીમારીવાળાએ ધ્યાન રાખવું. Angel Guidance : સમજદારીપૂર્વક વિચારો અને કાર્ય કરો.
ધન : Morality : તમારી પોતાની ઠોકી બેસાડેલી નીતિમત્તાએ તમને, તમારી શક્તિઓને અને જીવવાની મજાને બંધનમાં બાંધી દીધા છે. જાતે જ આ બંધન તોડી એમાંથી બહાર આવવાની સલાહ છે. મેન્ટલ હેલ્થ અને આંખનું ધ્યાન રાખવું. Angel Guidance } તમારા ગુરુ અને જેની પાસેથી શીખવા મળ્યું એમને માન આપો.
મકર : Participation : આ સમય તમારી તરફેણમાં છે. જેમાં તમને બધા તરફથી
મદદ મળી શકે છે. આ તકનો લાભ લઈ એક્શન લો અને સફળતા મેળવો. તમારું 100% આપો અને કામ પર ફોકસ કરો. પાર્ટનરશિપથી લાભ. મૂલાધાર ચક્રનું ધ્યાન રાખવું. Angel Guidance : ખોટી વાતો કરીને કે કહીને નકારાત્મકતાને આમંત્રણ ન આપો.
કુંભ: New Vision : મૂંઝાયા કે બેઠા રહ્યા વગર આગળ વધવાની, કંઈક નવું શરૂ કરવાનો સમય છે. બંધનગ્રસ્ત ભૂતકાળમાંથી બહાર આવો. આ સમય નવી સૂઝબૂઝ આપશે, દિશા બતાવશે. નસો ખેંચાવાની તકલીફમાં ધ્યાન આપો. Angel Guidance : દરેક પરિસ્થિતિને યોગ્ય જગ્યા આપો, જેથી સાચી અસર થઈ શકે. પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો.
મીન: Thunderbolt : ખાઈ અને કૂવો જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ એક તરફ કૂદી જવું સલાહભર્યું છે. રાહ જોવા કરતાં જે રસ્તો મળે તે અપનાવી Angel Guidance : દરેક પરિસ્થિતિને સાક્ષીભાવે જોઈ આગળ વધો.