surat municipal corporation recruitment 2023: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નેશનલ વેક્ટર બોર્ન કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સુરત સીટી હેલ્થ સોસાયટી (વીબીડી) અંતર્ગત મેલેરિયા ટેકનીકલ સુપરવાઇઝર અને લેબોરેટરી ટેક્નિશિયન ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર નોટિફિકેશન પ્રસિદ્ધ કરી છે. ભારતી માટે રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 5 જુલાઈ 2023 થી 15 જુલાઈ 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023: આ ભરતી નેશનલ હેલ્પ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત છે. ઇચ્છુક ઉમેદવાર arogyasathi.gujarat.gov.in પર જઈ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અરજી કરવાની રીત, ઉંમર મર્યાદા વગેરેની માહિતી વિસ્તૃત નીચે જણાવેલ છે.
Contents
surat municipal corporation recruitment 2023
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિભાગ | સીટી હેલ્થ સોસાયટી (વીબીડી) |
પ્રોગ્રામ | નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) |
કુલ જગ્યા | 4 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
ભરતી નો પ્રકાર | કોન્ટ્રાક્ટ બેઝ |
ઓફિસિયલ વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |

કુલ જગ્યા
જગ્યાનું નામ
- મેલેરીયા ટેકનિકલ સુપરવાઇઝર
- લેબોરેટરી ટેક્નિશિયન
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર | – ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી સાયન્સ સ્નાતક (બાયોલોજી) ની ડીગ્રી તથા ટુ વ્હીલર વાહનનું લાઇસન્સ હોવું જોઈએ. – કોઈપણ આરોગ્ય લક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. |
લેબોરેટરી ટેક્નિશિયન | – ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી બીએસસી (માઇક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી) કરેલ હોવું જોઈએ. – ગુજરાત સરકાર માન્ય સંસ્થા માંથી લેબોરેટરી ટેક્નિશિયન તાલીમ/DMLT નો કોર્સ કરેલો હોવો જોઈએ. |
પગાર
જગ્યાનું નામ | ફિક્સ પગાર |
મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર | 16,000/- |
લેબોરેટરી ટેક્નિશિયન | 13,000/- |
ઉમર મર્યાદા
- મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર :- તારીખ 1 જુલાઈ 2023 ના રોજ ઉમર 45 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- લેબોરેટરી ટેક્નિશિયન :- તારીખ 1 જુલાઈ 2023 ના રોજ ઉમર 45 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
અરજી કરવાની રીત?
- અરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર જવાનું રહેશે.
- ઓફિસ ખુલ્યા પછી PRAVESH પર ક્લિક કરીને CURRENT OPENINGS ટેબ પર ક્લિક કરો.
- હાલ એક્ટિવ તમામ ભરતીઓનું લિસ્ટ ખુલશે જેમાં તમારે જે પોસ્ટ પર અરજી કરવાની છે તેની સામે Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ઉમેદવારે પોતાની અંગત માહિતીઓ ભરવી અને સાથે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ ની પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે.
- તમામ વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- સંમિત બટન પર ક્લિક કર્યા પછી તમને અરજી નંબર મળશે આ સાથે જ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે.
સિલેક્શન પ્રોસેસ
ઓનલાઇન પોર્ટલ પરથી મોડેલ અરજી ના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે જ નિમણૂક પત્રો આપવામાં આવશે.
અગત્યની તારીખ
ફોર્મ ભરવાની તારીખ | 5 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 જુલાઈ 2023 |