Gujarat Opinion Poll 2022: ઉત્તર ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ કે આપ? કોને મળશે કેટલી સીટ મળશે? જાણો ઓપિનિયન પોલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રિપબ્લિક ટીવી ચેનલ અને P-MARQના ઓપિનિયન પોલના મતે ગુજરાતમાં ફરી ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનમાં હજુ ત્રણ સપ્તાહનો સમય છે પણ ટીવી ચેનલો અને ઓપિનિયન પોલના કેટલાક પરિણામ સામે આવી રહ્યા છે.  

છેલ્લા 27 વર્ષોથી રાજ્યમાં ભાજપાની સરકાર છે. વિપક્ષી દળોને આશા છે કે ઘણા વર્ષોથી ભાજપાને વોટ આપીને જીતાડી રહેલી જનતા આ વખતે સત્તામાંથી હટાવીને વિપક્ષને તક આપશે. 

એક તરફ જ્યાં ભાજપા સામે સરકાર બચાવી રાખવાનો પડકાર છે તો બીજી તરફ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસને સત્તા મેળવવાની આશા છે. 

જોકે રિપબ્લિક ટીવી ચેનલ અને P-MARQના ઓપિનિયન પોલના મતે ગુજરાતમાં ફરી ભાજપા સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. 

ટીવી ચેનલના ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપાને આ વખતે 182 સીટોમાંથી 127-140 સીટો મળી શકે છે. એટલે કે સ્પષ્ટ બહુમત સાથે ભાજપા ફરીથી સત્તામાં પરત ફરશે. 

બીજી તરફ કોંગ્રેસના ખાતામાં ફક્ત 24 થી 36 સીટો જ આવશે. જે પાર્ટીની આશા કરતા ઘણી ઓછી છે. આમ આદમી પાર્ટીને 9-21 સીટો મળવા બતાવવામાં આવી છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે.  પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે.  જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. 

ચુંટણીના સમાચાર અને રિજલ્ટ માટે નીચે આપે લીનક પર ક્લિક કરી ને સેવ કરવાં વિનતી દરરોજ નવી અપડેટ અહી આપવામાં આવશે