કોટન દોરી ના કાચ પાયેલા દોર અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ફટાફટ વાંચો


આગામી 14 જાન્યુઆરીએ ઉતરાયણનો તહેવાર છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં પહેલાથી જ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ ચાઈનીઝ દોરીને લઈને હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે ઉતરાયણમાં હવે કાચ નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ હુકમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં અન્ય ઘણી ખરીદી દોરીઓ પર હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જો કોઈ પણ વ્યક્તિ કોટન દોરીમાં કાચ નાખવા પર પકડાઈ જશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટના આદેશ

ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે  જે કોઈ વ્યક્તિ આવું કરતા પકડાઈ જશે તો તેમને દંડ ફટ કરવામાં આવશે અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવે તેવું મીડિયા અહેવાલમાં જાણવા મળી રહ્યું છે ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હુકમ જાહેર કરવામાં આવ્યો છે જેને લઇને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી શકે લોકોના જીવને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવશે સાથે જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ

વધુમાં જણાવી દઈએ તો 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે કોર્ટે  આ નિર્ણય લીધા બાદ ગુજરાત સરકારે એક્શન મોડમાં આવી છે આ સાથે જ ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કાચા પાયલ કોટન થ્રેડ દોરી  ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે  જો કોઈ વ્યક્તિ આવી દોરી સાથે પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે

Leave a Comment