તમારા Aadhar Card સાથે કઇ બેન્કનું ખાતુ લિંક છે તે જાણો એક ક્લિક માં ! । આધાર કાર્ડ લિંક સ્ટેટસ જાણો ઓનલાઇન ઘરે બેઠા
![]() |
બેન્ક લિંક સ્ટેટસ |
Aadhar Bank Link Status check: સરકારની યોજના દ્વારા જે સબસીડી કે સહાય મળે છે તે હવે DBT દ્વારા સીધા લાભાર્થી ના બેન્ક એકાઉન્ટ માં જમા થાય છે. તેમજ વિધાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જમા થતી હોય છે. અને આ સહાય નો લાભ લેવા માટે લાભાર્થીનું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડૅ સાથે લિંક હોવુ જરૂરી છે નહી તો સહાય, શિષ્યવૃતિ કે સબસીડી જમા થવામાં સમસ્યા આવી શકે છે. જેથી કરીને આ આર્ટિકલમાં આપણે તમારુ આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક છે કે નહી તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.
આધાર અને બેંક એકાઉન્ટ લિંક સ્ટેટસ તપાસો ઓનલાઇન – Bank Account Aadhaar Seeding Status Check Online
જો તમારે તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી તે તપાસવુંં હોય તો નીચેના સ્ટેપને અનુસરીને ચકાસી શકો છો.
- UIDAI વેબસાઈટની https://uidai.gov.in મુલાકાત લો અને “My Aadhaar” પર જાઓ
- જેમાં Aadhar Services વિભાગ હેઠળ લિસ્ટ માં “Bank Seeding Status” પર ક્લિક કરો
- mAdhaar ની ખુલેલી લિંક માં તમારો આધાર નંબર, કેપ્ચા કોડ નાખો અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTPનો ઉપયોગ કરીને તમારા UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.
- Services વિભાગ હેઠળ, તમારું આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ જાણવા માટે “Bank Seeding Status” પર ક્લિક કરો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. જો કે,
મોબાઇલ દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ ચેક કરો – Check Aadhaar And Bank Account Linking Status Through Mobile
તમે મોબાઇલ નંબર પરથી USSD Code દ્વારા Aadhaar-Bank Account Linking Status પણ ચેક કરી શકો છો. આ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય.
- આધાર સાથે લિંક તમારા મોબાઇલ દ્વારા આ નંબર *99*99*1# ડાયલ કરો
- હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
- આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો
- જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તો સ્ટેટસ દેખાશે. જો સ્ટેટસ નો દેખાય તો એવું બની શકે છે કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી.
આ પણ વાંચો: