ડોલી ચાયવાલા ઇન્સ્ટાગ્રામથી દર મહિને કેટલા પૈસા કમાય છે? જાણીને ચક્કર આવશે


ડોલી ચાયવાલાની લોકપ્રિયતા આજકાલ ચમકતી તારા જેવી બની ગઈ છે. એક સામાન્ય ચા વેચનારથી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સુધીના તેમના સફરના કારણે તેઓ સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બન્યા છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસવાનું અવસર મળ્યા બાદ તેમના જીવનમાં આ મોટી ઉથલપાથલ આવી છે. આ અનોખા ક્ષણનો વિડિયો વાયરલ થયો અને ડોલી ચાયવાલાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. Dolly Chaiwala earn per month

ઈવેન્ટ માટે ડોલી ચાયવાલાની ફી

કુવૈતના પ્રખ્યાત ફૂડ વ્લોગર અને પોડકાસ્ટર ફખરુદ્દીનએ તેમના વિશે વાત કરતા કહ્યું કે ડોલી ચાયવાલા હવે એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે 5 લાખ રૂપિયા ફી લે છે. એ માત્ર એટલું જ નહીં, પરંતુ તેઓ અને તેમની ટીમ માટે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણની માંગ પણ કરે છે. આ વિગતો વાયરલ થતા ચાહકોમાં આશ્ચર્ય અને ઉત્સાહ બંને જોવા મળે છે.

રોજની કમાણી જાણો 

કહેવું પડે કે ડોલી ચાયવાલા હવે એક દિવસમાં જેટલી કમાણી કરે છે, તે ઘણીવાર ડોક્ટર અને એન્જિનિયર્સના મહિના જેટલી કમાણીથી વધુ હોય છે. આ કમાણીની વાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક મજેદાર કોમેન્ટ્સ પણ આવી રહી છે.

Leave a Comment