બાબા સિદ્દીકીની હત્યા કેસ: મોટી ઘટના પહેલાં લોરેન્સ બિશ્નોઈ મૌન વ્રત ધારણ કરે છે.


NCP leader Baba Siddique shot dead in Mumbai: મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવતા મુંબઈ પોલીસની વિશેષ ટીમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની બિશ્નોઈની પુછપરછ કરવા માટે અમદાવાદ આવશે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની રહે છે.

અમદાવાદની સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈના સંદેશા બહાર પહોંચાડાતા હોવાની આશંકા

જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેના સેલમાં સુરક્ષાની કામગીરી કરતા સુરક્ષા કર્મીઓ અને જેલના કેટલાંક કેદીઓની પુછપરછ થવાની શક્યતા.

મોટી ઘટના પહેલાં લોરેન્સ બિશ્નોઈ મૌન વ્રત ધારણ કરે છે.

સુત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઈ જ્યારે તેની ગેંગની મદદથી મોટી ઘટનાને અંજામ આપવાનો હોય તે પહેલા મૌનવ્રત કરતો હોય છે.નવરાત્રી દરમિયાન તેણે જેલમાં મૌનવ્રત રાખ્યું હતું. આ પહેલા તેની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પણ તેણે મૌન ધારણ કર્યું હતું.

Categories દેશ-દુનિયા સમાચાર

Leave a Comment