ભાવનગર શહેરમાં દુકાનો અને સંસ્થાઓની નોંધણી ફરજિયાત ,અહીંથી અરજી કરો


ભાવનગર શહેરમાં આવેલા તમામ દુકાનો અને સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. ધી ગુજરાત શોપ્સ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, 1948 રદ થવાથી, તેના હેઠળ નોંધાયેલા તમામ પ્રમાણપત્રો અમાન્ય ઘોષિત કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાત શોપ્સ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, 2019 અમલમાં છે, જે મુજબ નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. Registration of shops and establishments is mandatory in Bhavnagar city

નવાં નિયમો અને ફરજિયાત કાર્યવાહી:

10 કે ઓછા કામદારો ધરાવતા દુકાનો/સંસ્થાઓ:

  • આ પ્રકારની દુકાનોના માલિકોએ તેમની દુકાન અથવા સંસ્થાની ઈન્ટીમેશન (જાણ) નોંધાવવી જરૂરી છે.
  • નોંધણી પછી રીસીપ્ટ મેળવી લેવી ફરજિયાત છે.

10 કે વધુ કામદારો ધરાવતા દુકાનો/સંસ્થાઓ, હોટેલ-રેસ્ટોરન્ટ, થીયેટર, સિનેમા:

  1. આવા માલિકોએ નિર્ધારિત ફી ભરી નોધણી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.

MSME એકમોને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં સબસિડી પાત્રતા જાણો

ઑનલાઈન પ્રક્રિયા:

મહાનગરપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે જે માલિકોએ હજુ સુધી ઈન્ટીમેશન રીસીપ્ટ અથવા નોંધણી પ્રમાણપત્ર મેળવ્યા ન હોય તેઓ તાત્કાલિક આ પગલાં લે:

  • વેબસાઇટ: www.enagar.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરો.
  • દસ્તાવેજો: જરૂરી વિગતો સાથે દુકાન/સંસ્થાની નોંધણી પુરી કરો.

Leave a Comment