Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti :લાંબા સમય બાદ સરકારી સ્કૂલોમાં નોન-ટીચિંગ સ્ટાફની ભરતી: અંતિમ તારીખ 20મી ડિસેમ્બર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી સ્કૂલોમાં નોન-ટીચિંગ સ્ટાફની ભરતી માટે જાહેરાત કરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો AMCs સ્કૂલ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી સાથે જોડાયેલી સૂચનાઓ પણ આ જ વેબસાઈટ પર છે.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024:
સંસ્થા | અમદાવાદ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ |
પોસ્ટ | જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ |
જાહેરાત નંબર | 1 થી 5 / 2024-2025 |
કુલ જગ્યા | 48 |
જોબ સ્થાન | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ડીસેમ્બર 2024 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://www.amcschoolboard.org/ |
પગારધોરણ:
- પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂપે ₹26,000 આપવામાં આવશે.
અરજી ફી:
- જનરલ કેટેગરીના ઉમેદવારો માટે: ₹500
- SC/ST/OBC/EWS ઉમેદવારો માટે: ₹250
પદ મુજબ લાયકાત:
નાયબ શાસનાધિકારી:
- અનુસ્નાતક (માસ્ટર ડિગ્રી)માં પ્રથમ વર્ગ અનિવાર્ય.
- તાલીમી સ્નાતક (B.Ed. અથવા સમકક્ષ) હોવું જરૂરી.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 મહત્વની તારીખ:
અરજી શરૂ થવાની તારીખ | 22 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ડિસેમ્બર 2024 |
અધ્યાપક:
- સ્નાતકમાં પ્રથમ વર્ગ.
- તાલીમી સ્નાતક ડિગ્રી (B.Ed.) હોવી જરૂરી.
સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝર:
- સ્નાતક સાથે પીટીસી (PTC) અથવા તાલીમી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
સુપરવાઇઝર:
- કોઈપણ શાખામાં સ્નાતક.
- પીટીસી (PTC) સાથે તાલીમી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
જૂનિયર ક્લાર્ક:
- કોઈપણ શાખામાં સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે.
- આ પદ માટે અનુભવ જરૂરી નથી.
જુનિયર ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જુનિયર ક્લાર્કની 48 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવી રહેશે, જે માટે ઉમેદવારો સમિતિની સત્તાવાર વેબસાઈટ amcschoolboard.org પર જઈને ફોર્મ ભરી શકશે.