સની લિયોન ના નામથી ઉઠાવ્યો યોજના નો લાભ, દર મહિને ખાતામાં જમા થતા રહ્યા 1000 રુપિયા. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં કોંગ્રેસના એક નેતાના પરિવારની માત્ર ત્રણ મહિલાઓ જ નહીં પરંતુ અભિનેત્રી અને પૂર્વ પોર્ન સ્ટાર સની લિયોન પણ મહતરી વંદન યોજનાનો લાભ લઈ રહી છે. સની લિયોન એક ફિલ્મ અભિનેત્રી છે અને તે લાખો રૂપિયા ખર્ચ કરતી હશે, તો પછી તેને ‘મહતરી વંદન યોજના’માંથી દર મહિને 1000 રૂપિયા લેવાની શી જરૂર હતી? ચોંકાવનારા સમાચાર બસ્તરના છે. Sunny Leone Mahtari Vandan Yojana
મામલો તેમના ધ્યાન પર આવ્યા પછી, કલેક્ટર હરિસ એસએ મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા અધિકારીઓને ‘મહતરી વંદન યોજના’ ગામ તલુર સંબંધિત ગેરરીતિઓની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો. આ સાથે સંબંધિત વ્યક્તિનું બેંક એકાઉન્ટ જપ્ત કરીને વસૂલાતની કાર્યવાહી કરવા અને આ કામમાં સંડોવાયેલા કામદાર અને વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવાની સૂચના આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગે સંબંધિતો સામે જરૂરી કાર્યવાહી કરી હતી.
જિલ્લા કાર્યક્રમ અધિકારીએ જણાવ્યું કે સની લિયોનને ‘મહતરી વંદન યોજના’ હેઠળ 1000 રૂપિયા મળવાની ફરિયાદ મળી હતી, જેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉક્ત અરજી તલુર ગામની આંગણવાડી કાર્યકર વેદમતી જોશીના ID સાથે નોંધવામાં આવી હતી. ઉંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર જોષી નામના વ્યક્તિએ છેતરપિંડી કરીને ગેરકાયદેસર રીતે તેમના ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી.
મહતરી વંદન યોજના છત્તીસગઢ સરકાર દ્વારા 2024 માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ આર્થિક રીતે નબળી પરિણીત મહિલાઓને દર મહિને રૂ. 1,000ની સહાય પૂરી પાડવાનો છે. દર મહિને રૂ. 1,000 ની સહાય રકમ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત તે જ મહિલાઓને મળે છે, જેઓ છત્તીસગઢની રહેવાસી હોય, 21 વર્ષથી વધુ ઉંમરના હોય, ગરીબી રેખા નીચે જીવતા હોય અને તેમના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોય.