હવે એપ દ્વારા મેટ્રોમાં ટિકિટ બુક કરી શકો છો, મેટ્રોમાં ટિકિટ બુક કરવાની પ્રક્રિયા


how to book metro ticket online ahmedabad railway station:હવે એપ દ્વારા મેટ્રોમાં ટિકિટ બુક કરી શકો છો, એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન: દરરોજ મોટી સંખ્યામાં લોકો અમદાવાદમાં મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મેટ્રોમાં મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધી મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ મેટ્રો સ્ટેશન પરથી ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે.

હવે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” આજે લોન્ચ કરવામાં આવી છે. “અમદાવાદ મેટ્રો (ઓફિશિયલ)” એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે તેમના મોબાઈલ દ્વારા સરળતાથી મેટ્રો ટિકિટ ખરીદી શકશે.

મેટ્રોમાં ટિકિટ બુક કરવાની પ્રક્રિયા: how to book metro ticket online ahmedabad railway station

અમદાવાદ મેટ્રો ટિકિટ બુક કેવી રીતે કરવી ?

  • એપ ડાઉનલોડ કરો પછી લોગિન
  • પહેલી વાર એપ ઉપયોગ કરતા હોય તો, રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરો.
  • પછી “બુક ટિકિટ” વિકલ્પ પર ક્લિક કરો.
  • મુસાફરી માટે સ્ટાર્ટ અને એન્ડ સ્ટેશન પસંદ કરો.
  • ટિકિટનો પ્રકાર પસંદ કરો (Single, Return, Group Journey).
  • ચુકવણી કરો:ભાડું ચકાસો અને પસંદ કરેલી પદ્ધતિથી પેમેન્ટ કરો (UPI/Card).
  • પેમેન્ટ સફળ થતા, ટિકિટ QR કોડના રૂપમાં જનરેટ થશે
  • જનરેટ થયેલી ટિકિટ મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર સ્કેન કરો.

Leave a Comment