6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ‘ચોકર્સ’ આફ્રિકા સામે પરાજય, 15 વર્ષ બાદ સેમીફાઈનલ હારી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ICC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાને શરૂઆતમાં ઝટકો લાગ્યો હતો, South Africa Women beat Australia in semi final qualify for Womens T20 World Cup final
જ્યારે ઓપનર તનઝીમ બ્રિટ્સ 15 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ કેપ્ટન લૌરા વૂલવર્ડ અને એનિ બોશે 104 રનની ભાગીદારી કરી, જેમાં લૌરાએ 42 રન બનાવ્યા અને બોશે અણનમ 74 રન બનાવ્યા, જેનાથી દક્ષિણ આફ્રિકાએ વિજય મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતા 134 રનનો સ્કોર કર્યો, જેમાં બેથ મૂનીએ 44 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાની બોલિંગ શાનદાર રહી, જેમાં અયાબોંગા ખાકાએ બે વિકેટ લીધી, જ્યારે મેરિઝાન કેપ્પ અને નોનકુલુલેકો મ્લાબાએ એક-એક વિકેટ મેળવી હતી.