નવરાત્રી ના તહેવારની ખુશી થશે બમણી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ gujarat diesel price today
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ધરખમ વધારો થયા બાદ તેના ભાવમાં ઘટાડો થતાં હવે થોડા રાહતના શ્વાસ લઈ શકાશે. તહેવારોની ખુશીને બમણી કરવા માટે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા બે નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી
નવો ભાવ લાગુ કરવામાં આવ્યો છે. આજે સવારે છ વાગ્યા થી દેશભરમાં નવો ભાવ લાગુ થશે.પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ પેટ્રોલ-ડીઝલના ભાવ :
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 94.42 રૂપિયા થયો છે તો ડીઝલ નો ભાવ પ્રતી લિટર 90.9 રૂપિયા થયો છે.
સુરતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ :
સુરતમાં પેટ્રોલના ભાવ જોઈએ તો 94.20 રૂપિયા જેટલો પ્રતિ લીટર ભાવ છે જ્યારે ડીઝલનો ભાવ 89.98 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવ :
આ તરફ વડોદરામાં પેટ્રોલનો ભાવ 94.9 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.76 પ્રતિ લીટર થયો છે.