Gujarat Water Metro : ગુજરાતમાં બનશે પ્રથમ વોટર મેટ્રો જાણો કેવી હશે સુવિધાઓ


Gujarat Water Metro : ગુજરાત ટુરિસ્ટો માટે સૌથી લોકપ્રિય રાજ્ય માનવામાં આવે છે ગુજરાતમાં વર્ષમાં મોટી સંખ્યામાં લોકો ગિરનારના જંગલમાં ફરવા માટે આવે છે સાથે જ ઘણા બધા એવા સ્થળો છે જે ફરવા લાયક છે પરંતુ હવે ગુજરાત સરકાર ટુરીઝમ માટે સૌથી મોટો પ્લાન બનાવી રહી છે જેમાં ભુપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રાજ્યમાં પ્રવાસ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે ત્યારે રાજ્યમાં વોટર મેટ્રોનું નિર્માણ કરવાનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે આ વોટર મેટ્રો સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં દોડશે મ્યુનિસિપલ કમિશનર તેમની વિદેશ મુલાકાત દરમિયાન પોચી વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમને પણ મળ્યા હતા અને વિગતવાર ચર્ચા કરી હતી. ચાલો તમને રાજ્ય સરકારના અદભુત પ્લાન વિશે વિગતવાર જણાવીએ

દેશની પ્રથમ વોટર મેટ્રો વિશે મહત્વની વિગત

આપ સૌને માહિતી માટે જણાવી દઈએ તો સુરતમાં વોટર મેટ્રો બનવા જઈ રહી છે પરંતુ દેશની સૌથી પ્રથમ વોટર મેટ્રો પહોંચી વિસ્તારમાં આવેલી છે હવે ગુજરાતમાં પણ વોટર મેટ્રો બનવા જઈ રહી છે જેમનો પ્લાન ગુજરાત સરકાર કરી રહી છે થોડા દિવસો પહેલા જ પહોંચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ વાળા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ જેમણે ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પેરિસમાં પરિવહન પરના વર્કશોપમાં પણ હાજર રહ્યા હતા ત્યારે આ મહત્વનું નિર્ણય લેવાયો હોવાનું મીડિયા અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે તેમની મુલાકાત બાદ સુરત તાપી નદીમાં વોટર મેટ્રો અંગે પણ ચર્ચા થઈ હતી પરંતુ હજી સુધી ત્યારે મેટ્રોનું કામ શરૂ થશે તે અંગે પુષ્ટિ કરવામાં નથી આવી 

વધુમાં જણાવી દઈએ તો તાપી નદીના બંને કાંઠે સૂચીત બેરેજના ઉપરવાસ વિસ્તારમાં કોચીના નિષ્ણાતો ની ટીમે નદી કિનારે મુલાકાત લેવાની હોવાની પણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી સુરતમાં 108 km લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ જોડ છે તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે સાથે જ સ્થળની મુલાકાત લઈને શક્યતા ચકાસવામાં પણ આવશે તેવું હાલ મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે

Leave a Comment