Kankaria Carnival 2024: અમદાવાદ શહેરીજનો માટે ખુશીના સમાચાર, પહેલીવાર યોજાશે કાકરીયા કાર્નિવલમાં ડ્રોન શો જાણો વિગતો


Kankaria Carnival 2024: અમદાવાદ શહેરીજનો માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાકરીયા કાર્નિવલ કરવામાં આવે છે આ વર્ષે પણ આગામી 25 ડિસેમ્બરથી શહેરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે અદભુત નજારો જોવા મળશે આ સાથે જ પહેલી વખત કાંકરિયા ખાતે ડ્રોન શો યોજવા જઈ રહ્યો છે આ વખતે ત્રણ તબક્કામાં કાંકરિયા કાર્નિવલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ શહેરીજનો ખૂબ જ ખુશ છે આગામી 25 ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલનો ઉત્સવ મનાવવામાં આવશે 

વધુમાં જણાવી દઈએ તો આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન છ કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ યોજવા જઈ રહ્યો છે અમદાવાદ શહેરીજનો માટે હવે ઉત્સવનો સારો એવો અવસર સામે આવ્યો છે જેમાં ડ્રોન શો જાણીતા સિંગર્સના પર્ફોમન્સ, પરફોર્મન્સ આ સાથે જ  સાંસ્કૃતિક કાર્યક્રમ જ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો આ વખતે કાંકરિયા કાર્નિવલમાં સાયરામ દવે થી માંડીને કિંજલ દવે ગીતા રબારી તેમજ દેવીકા રબારી સહિતના ઘણા બધા જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે 

મળતી માહિતી અનુસાર કાકરીયા કાર્નિવલમાં દરરોજ સવારે પ્રાણાયામ મેડીટેશન્સ જેવા યોગ પણ કરવામાં આવશે આ સાથે જ યોગ્ય ને લગતા અને સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમોનું આયોજન દરરોજ સવારે કરવામાં આવશે આ સાથે જ હેન્ડી ક્રાફ્ટ બજારના કાર્યક્રમો પણ યોજવામાં આવશે સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ સો પણ આયોજિત કરવામાં આવશે 

Leave a Comment