ACBએ ખાણ અને ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો.


ACBએ ખાણ અને ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો. સુરેન્દ્રનગર: ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ખાણ અને ખનીજ વિભાગના વર્ગ 3 ના કર્મચારીને ₹10,000ની લાંચ લેતાં ઝડપી પાડ્યો છે. ફરિયાદી દ્વારા મળેલી જાણકારી મુજબ, તેણે સિલિકા રેતી માટે લીઝ મેળવવા અરજી કરી હતી, જે લાંબા સમયથી પ્રોસેસમાં અટવાઈ હતી. ફરિયાદીને જરૂરી માહિતી મેળવવા માટે આરટીઆઈ (માહિતીનો અધિકાર) હેઠળ અરજી કરવી પડી હતી. પરંતુ, કચેરી દ્વારા અપાતી માહિતી અધૂરી હતી. ACB GUJARAT ARRESTS MINES & MINERALS JUNIOR CLERK IN BROBERY CASE

આરોપી, અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ, જે ખાણ અને ખનીજ કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે, તેની જવાબદારી હતી કે ફરિયાદી દ્વારા માંગવામાં આવેલી બાકી માહિતી તૈયાર કરે. જોકે, આરોપીએ માહિતી આપવા માટે ફરિયાદી પાસે ₹10,000ની લાંચની માંગ કરી હતી.

ફરિયાદીએ આ લાંચ આપવા ઇચ્છા ન દર્શાવતા, જામનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા શરારત છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન લાંચ લેવાની પ્રક્રિયામાં આરોપી અમૃત કેહરભાઈને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

હવે, આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.

Categories ટોપ ન્યુઝ

Leave a Comment