Cbse exam time table 2025 :ધોરણ 10 અને 12 નું પરીક્ષા ટાઈમ ટેબલ આ તારીખે જાહેર થશે CBSE બોર્ડ 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થવાની છે. જો કે, શિયાળાની શાળાઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે જે 5 ડિસેમ્બર, 2024 સુધી હાથ ધરવામાં આવશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકશે. વધુ માહિતી માટે, ઉમેદવારો પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
CBSE વર્ગ 10મી, 12મી ટાઈમ ટેબલ પત્રક 2025 : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાપરીક્ષા ટાઈમ ટેબલ સમયપત્રક ખૂબ જ ટૂંક સમયમાં બહાર પાડશે. CBSE બોર્ડની પરીક્ષા 2025 માં હાજર રહેલા વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલ પ્રક્રિયા દ્વારા અધિકૃત વેબસાઇટ cbse.gov.in ની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકે છે.
આ તારીખે શરુ થઇ શકે છે પરીક્ષા
તમને જણાવી દઈએ કે CBSE દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી શરૂ કરવામાં આવશે ગયા વર્ષે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 73 માર્ચ 2024 ના લેવામાં આવી હતી અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી બે એપ્રિલ લેવામાં આવી હતી
ધોરણ 10 અને 12 બંનેની થિયરી પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. CBSE દ્વારા ટાઈમ ટેબલ જાહેર થયા પછી ઉમેદવારો દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમય જાણી શકશે.
CBSE 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડના ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન કરશે. પરંતુ શિયાળાની શાળાઓમાં પ્રાયોગિક પરીક્ષાઓ 5 નવેમ્બરથી 5 ડિસેમ્બર, 2024 દરમિયાન લેવામાં આવી રહી છે.