WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ, મહત્વ, રૂટ અને ટાઈમ, સંપૂર્ણ માહિતી અહીંથી

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ : રથયાત્રની શરૂઆત તારીખ 20 જૂન 2023 ના રોજ સવારે 07:05 મિનિટે મંદિરથી નીકળશે. રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી રથયાત્રા પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

મિત્રો આપણે આર્ટિકલમાં ગુજરાત રથયાત્રા લાઇવ તેના વિશે આપણે માહિતી મેળવીશું તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ, મહત્વ, રૂટ અને ટાઈમ, સંપૂર્ણ માહિતી અહીંથી

Gujarat Rath Yatra Live (જુઓ રથયાત્રા લાઇવ) જગન્નાથજીની 146 મી રથયાત્રા (Rath Yatra Live)

Ratha Yatra Puri જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે, ત્યારબાદ તેઓને જગન્નાથ મંદિરમાં ફરીથી પધરામણી કરાવવામાં આવે છે.

જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ શું ?

ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકા દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથે તેમની બહેનને રથમાં બેસાડીને લઈ ગયા હતા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હતી. આ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

સામાન્ય તૌર પર તો આપણે સૌ ભગવાન કૃષ્ણની જ પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આ રથયાત્રા દરમિયાન ભગવાન કૃષ્ણના ભાઈ બહેનની પણ પૂજા કરવાની પૌરાણિક પરંપરા છે. આ ઉત્સવ ની શરૂઆત બલરામ જગન્નાથ અને સુભદ્રાના સ્નાનની યાત્રાથી થાય છે. 12 મી સદીમાં શરૂ કરાયેલો આ તહેવાર આજે પણ હિન્દુ ભક્તો દ્વારા પૂરી ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.

2023 માં એટલે કે હવે બે ત્રણ દિવસ બાદ આવનારી આ યાત્રાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે ચંદન યાત્રા, સ્નાન યાત્રા, હીરા પંચમી, નીલાદરી બીજ અને બ્રહ્મ પરિવર્તન. તો મિત્રો થઈ જાઓ તૈયાર આ વર્ષે જગન્નાથપુરી યાત્રા ના દર્શન કરવા માટે અને નવ દિવસ ચાલનારી આ શોભાયાત્રામાં ભક્તિના રંગથી રંગાવા માટે.

જાણો શા માટે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે?

દર વર્ષે અષાઢ મહિનામાં, શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથ (ભગવાન કૃષ્ણ) મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે તેમની મામી (ગુંડિચા) ના ઘરે જાય છે. આ દિવસે તેઓને ત્રણ અલગ-અલગ રથ પર લઈ જવામાં આવે છે. આ પછી ત્રણેયને રથયાત્રા દ્વારા તેમની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે.

જુઓ અમદાવાદ રથયાત્રાના આકર્ષણો

 • 18 શણગારેલા ગજરાજો
 • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
 • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
 • 18 ભજન મંડળીઓ
 • 3 બેન્ડબાજા
 • 1200 જેટલા ખલાસી ભાઇઓ
 • 2000 જેટલા સાધુ સંતો

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Watch Rath Yatra 2023 Timings and Route

 • સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
 • સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
 • સવારે 9-45 રાયપુર ચકલા
 • સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
 • સવારે 11-15 કાલુપુર સર્કલ
 • બપોરે 12-00 સરસપુર
 • બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
 • બપોરે 2-00 કાલુપુર સર્કલ
 • બપોરે 2-30 પ્રેમ દરવાજા
 • બપોરે 3-15 દિલ્હી ચકલા
 • બપોરે 3-45 શાહપુર દરવાજા
 • બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
 • સાંજે 5-00 ઘી કાંટા
 • સાંજે 5-45 પાનકોર નાકા
 • સાંજે 6-30 માણેકચોક
 • સાંજે 8-30 નીજ મંદિર પરત
Gujarat Rath Yatra Live : જુઓ રથયાત્રા લાઇવ, મહત્વ, રૂટ અને ટાઈમ, સંપૂર્ણ માહિતી અહીંથી

ઉપયોગી લીનક્સ : Rath Yatra Live 2023

Rath Yatra Live Puri, Odisha Click Here
Rath Yatra Live Ahmedabad, Gujarat Click Here
રથયાત્રા મહોત્સવ ની સંપૂર્ણ માહિતી PDF Click Here

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત Gujarat Rath Yatra Live. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x