NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) આગામી શૈક્ષણિક સત્ર 2025-26 માટે ધો. 7, 9 અને 11ના નવા પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવાની તૈયારીમાં છે. આ નવા કોર્સ નવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020) અંતર્ગત ઘડવામાં આવ્યા છે, જેમાં કૌશલ્ય આધારિત વિષયોને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
મુખ્ય મુદ્દા: new books of ncert 2025
- NCERT 2025-26 માટે 15 કરોડ પાઠ્યપુસ્તકો છાપશે, જે હાલના કરતાં ત્રણ ગણા વધુ છે.
- ધો. 7, 9 અને 11 માટે નવા પુસ્તકો ઉપલબ્ધ થશે.
- ધો. 6 અને 7 માટે કૌશલ્ય આધારિત વિષયોના પુસ્તકો પણ રજૂ કરાશે.
- 23 ભાષાઓમાં ઑડિયો-વીડિયો, એનિમેશન અને ગ્રાફિક્સ મટીરિયલ પણ પાઠ્યક્રમનો ભાગ બનાવાશે.
- AI આધારિત ઇન્ટરેક્ટિવ ઇ-બુક્સ પણ લાવવાની તૈયારી છે.
- NCERTના 22 ભારતીય ભાષાઓમાં તમામ પુસ્તકોના સંસ્કરણ પ્રકાશિત થશે.
- NCERTના પુસ્તકો હવે એમેઝોનની સાથે કરાર હેઠળ ‘NCERT સ્ટોરફ્રન્ટ’ પર પણ ઉપલબ્ધ રહેશે, 20,000થી વધુ પિનકોડ્સમાં મુલ્યવર્ધન વિના ઉપલબ્ધ કરાશે.
- આ તબક્કે NCERTના પુસ્તકોને સમગ્ર દેશમાં, CBSEની સાથે અન્ય બોર્ડની સ્કૂલો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રેફરન્સ બુક તરીકે વ્યાપક સ્વીકાર મળી રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી પગાર રૂપિયા 30,000 જાણો માહિતી