TAT S HALL TICKET DOWNLOAD 2026
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની પ્રાથમિક કસોટીનું આયોજન તા:૦૩/૦૫/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતું. જેનું પરિણામ તા:૦૪/૦૭/૨૦૨૬ નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
“શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬” ની મુખ્ય પરીક્ષા તા:૨૦/૦૯/૨૦૨૬ નાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તા:૦૭/૦૯/૨૦૨૬ નાં રોજથી અત્રેની કચેરીની વેબસાઈટ WWW.SEBEXAM.ORG પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.
રાજય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાંની અન્ય બાબતો/જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
