કાચા મંડપ સહાય યોજના 2023, શાકભાજી વાવેતર માટે આ યોજના હેઠળ મેળવો રૂપિયા 26000 થી 46800 સુધીની સહાય, જુઓ માહિતી @ dsag sahay gujarat gov in

3.7/5 - (3 votes)

કાચા મંડપ સહાય યોજના 2023 : Kacha Mandap Sahay Yojana 2023 આપણા ગુજરાત રાજ્યમાં અન્ય પાકોની સાથે સાથે ખેડૂતો શાકભાજીના પાકોનું પણ વાવેતર ખુબ જ મોટા પ્રમાણમાં કરતા હોઈ છે. આ પાકોમાં ખાસ કરીને ટામેટા, મચા અને અન્ય વેલાવાળા શાકભાજીનું વાવેતર કરતા હોય છે.

આવા વેલાવાળા શાકભાજીને સ્થિર ટકાવી રાખવા માટે મંડપ જેવી રચના કરવામાં આવતી હોય છે. આ મંડપની રચના કરવા માટે વાંસનો અથવા અને વૃક્ષની ડાળીઓ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આ આર્ટીકલમાં આપણે કાચા મંડપ સહાય યોજના 2023 વિષે વાત કરીશું. તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અન્ય સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો.

કાચા મંડપ સહાય યોજના 2023

જાહેર થયેલ યોજનાનુ નામકાચા મંડપ સહાય યોજના
ભાષાગુજરાતી અને અંગ્રેજી
આ યોજના નો ઉદ્દેશખેડૂતોને શાકભાજી પાકો વાવવા માટે પ્રોત્સાહન મળી શકે.
યોજના માટે લાભાર્થીગુજરાત રાજ્યનો ખેડૂત
મળવાપાત્ર સહાયની રકમઆ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે.
ઓફિસીયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/ અને https://dsagsahay.gujarat.gov.in/

જુઓ કાચા મંડપ યોજનાનો લાભ કોને મળી શકે ?

આ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે.

જાણો કાચા મંડપ ટામેટા/મરચા અને સામાન્ય શાકભાજીના ટ્રેલીઝ ની પાત્રતા શું છે?

ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબની છે.

  • કાચા મંડપ માટે લાકડા/વાંસના ટેકા (૧૬૦૦ નંગ/હેક્ટર) GI વાયર (12૧૮) ગેજ, ૪૦૦ કી.ગ્રા/હેક્ટર નો ઉપયોગ કરવાનો રહેશે. અંતર ૨.૫૦ * ૨.૫૦ મી પ્રમાણે ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળશે જે શાકભાજીનું વાવેતર કરતા હોય
  • યોજનાનો લાભ મેળવનાર ખેડૂત ગુજરાત રાજ્યનો વાતની હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ કાચા મંડપ સહાય યોજના ૨૦૨૩ ઓનલાઇન આવેદન પ્રક્રિયા શું છે?

કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
  • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજી ટ્રેલીઝ” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

ગુજરાત કાચા મંડપ સહાય યોજનાનો લાભ જરૂરી ડોક્યુમેન્ટ

Kacha Mandap Sahay Yojana ના ઓનલાઈન ફોર્મ I khedut portal પરથી ભરવાના રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.

  • આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • 712 અને 8 અ નો પુરાવો
  • બેંક ખાતાની પસ્બુકના પહેલા પેજની ઝેરોક્ષ
  • જો ખેડૂત અનુ સૂચિત જાતી/ જન-જાતી ના હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત સરકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોઈ તો તેની વિગત.

ઉપયોગી લીનક્સ

ઓનલાઈન આવદેન કરોઅહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને કાચા મંડપ સહાય યોજના જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!