સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકાકક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
(૧) રજિસ્ટ્રેશન:-
૧. ખેલ મહાકુંભ-૨૦૨૬નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૬થી શરૂ કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ-૨૦૨૬ના રજિસ્ટ્રેશનની છેલ્લી તા.૨૨/૦૯/૨૦૨૬ સાંજે ૬.૦૦ સુધીની રહેશે.
૨. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
૩. પ્રત્યેક ખેલાડી પોતાની વયજુથમાં લાગુ પડતા કોઇપણ એક વયજુથમાં મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી. એક જ KMK IDથી ખેલાડીએ બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે તો જ ખેલાડીનું બે રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હશે અને વિજેતા થશે તો જ રોકડ-પુરસ્કાર મળવાપાત્ર રહેશે.
૪. જે ખેલાડી પાસે જુના KMK ID હોય તેઓએ જુના KMK IDથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
૫. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
૬. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
૭. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
(૨) સ્પર્ધાઓ
૧. શાળા અને ગ્રામ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ
ક્રમ
વયજુથ
રમત
૧ ૯ વર્ષથી નીચે
30 મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૨
૧૧ વર્ષથી નીચે
૫૦ મી. દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
૩
૧૪ વર્ષથી નીચે
એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪ ૧૭ વર્ષથી નીચે
એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫ ઓપન એજ ગ્રુપ
એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬ ૪૦ વર્ષથી ઉપર
રસ્સાખેંચ
૩ ૬૦ વર્ષથી ઉપર
રસ્સાખેંચ
